STORYMIRROR

Vandana Patel

Inspirational Others

4  

Vandana Patel

Inspirational Others

સ્ત્રીની વ્યથા

સ્ત્રીની વ્યથા

1 min
474

ફરવા જવું કે મોજથી જીવવામાં,

ક્યારેક આવક આડી આવી ગઈ તો !


ક્યારેક બાળકોની પરીક્ષા નડી ગઈ,

ક્યારેક વડીલોની બીમારી ડરાવી ગઈ તો !


ક્યારેક મહેમાનગતિ જકડી ગઈ,

વાળની સફેદી ચાંદીમાં ખપી ગઈ તો !


સોનાની ઈચ્છાને મોંઘવારી નડી ગઈ,

લાકડીને ટેકે ચાલતી થઈ તો !


અધુરપ હનીમૂનની મનમાં જગાવી ગઈ,

બાળકોને પેરિસ લંડન જતા જોઈ તો !


પતિના શબ્દો 'આવતા વરસે'ની યાદ અપાવી ગઈ,

કંઈ કેટલાય સપનાઓને કચડી ગઈ તો !


છેલ્લે 'તું કેટલી બધી બદલી ગઈ !'

જીંદગી આ લેબલ આપતી ગઈ તો !

વર્ષોના વાવેતરનું ધોવાણ કરતી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational