STORYMIRROR

kusum kundaria

Tragedy Inspirational

4  

kusum kundaria

Tragedy Inspirational

સ્ત્રી

સ્ત્રી

1 min
396

સ્ત્રી લાગણીમાં સતત હારતી રહે છે.

જીવનભર પછી એ આંસુ સારતી રહે છે.


ચૂપ રહીને અન્યાયને સાંખી લે કુટુંબ કાજ.

બીજાની ખુશીને ખાતર મનને મારતી રહે છે,


કદી એ વીરાંગના થઇને ઝઝૂમતી રહે રક્ષા કાજ.

દિલ સૌના સદાયે સત્કર્મ થકી ઠારતી રહે છે.


ધીરજ ધરીને ઉછેરતી રહે સંતાનોને સદાયે.

કદી સુખ આવશે જીવનમાં એવું ધારતી રહે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy