સ્ત્રી
સ્ત્રી
હું એટલે સ્ત્રી,
હું એટલે બલિદાન,
હું એટલે ઘરની ઈજ્જત,
હું એટલે સહનશીલતા,
હું એટલે ઊર્જાનો સ્ત્રોત,
હું એટલે પરિવારની જરૂર,
હું એટલે પ્રેમનો દરિયો,
હું એટલે લાગણીનું વાવાઝોડું,
હું એટલે સૌના તકલીફનું કારણ,
હું એટલે તકલીફોનું મારણ,
હું એટલે શૂન્ય થકાવટ,
મારી ડાયરીમાં આરામ શબ્દનો અભાવ,
હું એટલે ઉંબરા અંદરની દુનિયાની રાણી,
હું એટલે ના પુરુષ સમોવડી, ના એનાથી ઉતરતી,
હું એટલે મંદિરમાં મા રૂપે પૂજાતી ને હું એટલે કોઈના ઘરમાં માર ખાતી,
કોઈના માટે હું શરીર ચૂંથાવાનો ઈજારો, ને કોઈના માટે હું પ્રેમનું રમકડું,
કોઈ ના માટે હું દુનિયા તો કોઈ ના માટે હું એક રાત,
એક જન્મમાં હું કેટલું ભોગવતી, સ્વર્ગ ને નરકને જીવતા જીવ જ માણતી.
હું એટલે સ્ત્રી
