STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

0  

Chaitanya Joshi

Inspirational

સ્ત્રી સત્કાર.

સ્ત્રી સત્કાર.

1 min
554


ના કરો સ્ત્રીનો કદી તિરસ્કાર 

સ્ત્રીને આપોને સત્કાર. 

જીવન જેનું સમર્પણ વણજાર 

સ્ત્રીને આપોને સત્કાર. 

પિતૃગૃહે પ્રગટાવે પ્રેમ અપાર

 શ્વસુરગૃહે શોભા સંસાર 

જીવન પરહિત કાજે જીવનાર

 સ્ત્રીને આપોને સત્કાર. 

મમતા બાળક માટે રાખનાર

આજ્ઞા પાળતી ભરથાર

સ્ત્રી થકી દીપે છે ઘરબાર 

સ્ત્રીને આપોને સત્કાર

ત્યાગ જેનો જીવનસાર 

પૂજને દેવ પણ રીઝનાર

અંતર નવનીત કેરી ધાર

સ્ત્રીને આપોને સત્કાર. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational