સ્ત્રી અને મહેંદી બંને સરખા
સ્ત્રી અને મહેંદી બંને સરખા
મહેંદી અને નારીનો કેવો છે અતૂટ નાતો !
મારી અને મહેંદી બંને સરખી છે જાતો !
મહેંદી પીસાઈ મ્હેકે બંને જીવે બીજા માટે,
બંનેની સરખી છે સખાવતો,
મહેંદી સજાવે હાથ, નારી સજાવે ઘર,
બંનેની સરખી છે કિફાયતો,
આવે જ્યારે શાદીમાં મહેંદીનો રંગ ઘાટો,
ત્યારે હર દુલ્હનનો ચહેરો હોય મલકાતો,
પીસાઈ ને પણ રંગ આપે મહેંદી,બીજા માટે જીવે છે નારી,
બંનેની સરખી છે કરામતો,
ઉછરતી હતી બંને એક જ માટીમાં,
બંનેની સરખી છે લાયકાતો,
ભલે ઘર બદલાય આંગણ બદલાય,
બંનેની સરખી છે બિછાવતો,
મહેંદી આપે જાતનું બલિદાન નારી પણ આપે પોતાની જાતનું બલિદાન,
બંનેની સરખી છે શહાદતો.
