STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

સરવાળો

સરવાળો

1 min
166

સર્વ જ્ઞાનનો સરવાળો અઢી અક્ષર પ્રેમનો..તડ તડ તતડે રૂંવા રૂંવા તો પ્રખર સુર્યને કેહવું શું ?


વરસે ના એકેય વાદળી ટહુકે મોરલો ના તેનું શું ?

ગગનથી લાવી પંખીડુ.... પીંજરે પૂર્યુ તેનું શું ?

ધરાથી ડર લાગતો.... કહેને આભનું કરવું શું ?


રંગોળી પીંજરે કરી.... ઘરમાં પૂરે તેનુ શું ?

દિવસે પોઢાડી સ્વપ્નમાં તો રાતનું કરવું શું ?


સર્વ જ્ઞાનનો સરવાળો અઢી અક્ષર પ્રેમનો..ચૂપચાપ સાચવી ડિક્શનરી મારે એનું કરવું શું ?


આકુળ વ્યાકુળ હૃદય નિચોવતી.. આતુરતા છળકપટના મૌન પગલાં નિરખીને કરવું શું ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama