સરોવર
સરોવર
શોભા સારી, સરવર તણા, નિર્મળા નીર એવા
તર્યા તાજા, વિમળ જળના, ઊભરે આજ મોજા,
નાના મોટા, જલકમલમાં, નીખરે નીર કેવા
છાનામાના, નયન નમણા, ભૂલકા પંખ ઊડે,
ડ્રાંઉ ડ્રાંઉ, કરત સલિલે, મેડકાં દેડકાંઓ
ઝીણી તીણી, તરત મછલી, તેજ વેગે વટાવી,
કાળા પીળા, કલબલ કરે, કાગડા પોપટિયા
ધોળા ધોળા, બતક બગલા, આલબેલા તમરાં,
ઊંડા આઘા, છબછબ જળે, વીરડા અંબુ ભર્યા,
ભર્યા આખા, અમળ જળથી, મોતીડાં શ્વેત સારા,
શોભા સારી, સરવર તણા, નિર્મળા નીર એવા
આવી વર્ષા, ઋતુ રમણિયે, રંગ રૂપે રૂપાળી.