Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chhaya Shah

Fantasy Others

4.3  

Chhaya Shah

Fantasy Others

સરનામાં વગરનાં પત્ર

સરનામાં વગરનાં પત્ર

1 min
440


કોણે કહ્યું કે સરનામાં વગરનાં પત્ર નથી પહોંચતા,

દિલને પૂછી જોજો ક્યારેક....

જે વગર કહ્યે પહોંચી જાય છે.....પોતાના પ્રેમની પાસે,


કોણે કહ્યું કે સરનામાં વગરનાં પત્ર નથી પહોંચતા,

ફૂલોને પૂછી જોજો ક્યારેક

જે વગર કહ્યે પહોંચી જાય છે.... પોતાના ભગવાન પાસે,


કોણે કહ્યું કે સરનામાં વગરનાં પત્ર નથી પહોંચતા,

સૂરજ ને પૂછી જોજો ક્યારેક.... 

જે વગર કહ્યે પહોંચી જાય છે....પોતાની વસુંધરા પાસે,


કોણે કહ્યું કે સરનામાં વગરનાં પત્ર નથી પહોંચતા,

ચન્દ્રને પૂછી જોજો ક્યારેક.... 

જે વગર કહ્યે પહોંચી જાય છે.....પોતાની ચાંદની પાસે,


કોણે કહ્યું કે સરનામાં વગરનાં પત્ર નથી પહોંચતા,

વાદળને પૂછી જોજો ક્યારેક....

જે વગર કહ્યે પહોંચી જાય છે..... પોતાની ધરા પાસે,


કોણે કહ્યું કે સરનામાં વગરનાં પત્ર નથી પહોંચતા,

જિંદગીને પૂછી જોજો ક્યારેક....

જે વગર કહ્યે પહોંચી જાય છે..... પોતાની મોત પાસે,


હા નથી પહોંચતા એવા પત્ર સરનામાં વગર,

સ્વાર્થી માણસો પાસે.....

જેમાં સ્વાર્થ માણસોનો હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy