સરગમનાં સાત સૂર બની આવજે તું
સરગમનાં સાત સૂર બની આવજે તું
અંધકાર ભર્યા જીવનમાં,
સૂરજનો ઉજાસ થઈ ને આવ જે તું,
વિરાન જિંદગીમાં
વસંત બની ને આવ જે તું,
મૃગજળ જેવી જિંદગીમાં
મીઠું ઝરણું બની આવ જે તું,
જ્યારે હું મૂંઝાઉ તો
ખુશીઓનો ખજાનો લઈ ને આવ જે તું,
સપનાઓનો દર્પણ તૂટે તો
નવા સપનાઓની વણઝાર લઈને આવ જે તું,
જીવનના રસ્તે ચાલતા ચાલતા ભટકી જાઉં તો
ભોમિયો બની આવ જે તું,
હૃદય જ્યારે બને મારું સૂમસામ સડક જેવું
શોર મચાવવા સાગરની લહેર બની આવ જે તું,
જ્યારે ઉદાસ હોઉં ત્યારે
સંગીતના સુર બનીને આવ જે
સરગમના સાત સૂર બની આવ જે તું,

