સરે મહેફિલ
સરે મહેફિલ
હોંશીયારીથી હું કામ લઉં છું
હવે માપી માપી ને જામ લઉં છું,
મહેફિલમાં સમજી જાય છે લોકો,
ગઝલમાં ક્યાં કોઈ નામ લઉં છું?
ઉલ્લેખ એનો કરે કોઈ તો પણ,
સહજતાથી કાયમ હું કામ લઉં છું
શું કામ મન ને ભાર આપે "લલિત "?
પૈગામ દઉં છું પૈગામ લઉં છું.