Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - પપ

સરદારનું ગીત - પપ

1 min
594


પ્રધાનપદે (ઈ,સ, ૧૯૩૭)

કોંગ્રેસ ચૂંટણી ટાણે, ફૈઝપુર ભરાય રે;

એનાથી ધ્યાન ઝાઝું તો, ચૂંટણીમાં અપાય રે,

કોંગ્રેસ થૈ જતાં પૂરી, ઉપડે સરદાર રે;

સમજાવેલ લોકોને, એનો મતાધિકાર રે,


પ્રચારે મેળવી લીધો, લોકોનો પ્રેમ-સાથ રે;

ચૂંટણી જીતવા માટે, મિલાવે સહુ હાથ રે,

ફેબ્રુ.માં ચૂંટણી આવી, ને આવ્યું પરિણામ રે;

કોંગ્રેસનું છ પ્રાંતોમાં, રહી ગયેલ નામ રે,


પ્રધાનપદ લેવાનો, આવી ગયો સવાલ રે;

બેઠક લાવવા રાખી, એ વાતનો નિકાલ રે,

આપેલ સરદારે ત્યાં, સંદેશ દેશજોગ રે;

કોઈને જીતનો ખોટો, લાગી જાય ન રોગ રે,


ચૂંટણી જીતવા કાજે, જેવું કરેલ કામ રે;

કરવા દેશનાં કામ, એવી રીતે તમામ રે,

નથી આપેલ લોકોને, ખોટી આશા જરાય રે;

કામ કરી બતાવીએ, તો જ વિશ્વાસ થાય રે,


બધે સલાહ લેવાનું, સ્વીકારે સરકાર રે;

તો પ્રધાનપદાં લેવાં, એવો કર્યો વિચાર રે,

ઊહાપોહ ગયો જાગી, આવો થતાં કરાર રે;

એને સ્વીકારવા નો’તી, તૈયાર સરકાર રે,


રહી મક્કમ ગાંધીએ, નો’તી છોડેલ વાત રે;

થયેલ જ્યાં સુધી નો’તી, સરકાર મહાત રે,

સ્વીકાર અંતમાં એનો, સરકારે કરેલ રે;

પ્રધાનમંડળો ત્યારે, છ પ્રાંતોમાં બનેલ રે,


પ્રધાનોએ કરી દીધાં, શરૂ સમાજ-કામ રે;

વચનો કરવા પૂરાં, ચૂંટણીનાં તમામ રે,

ખેડૂતોની જમીનોને, અપાવે સરદાર રે;

ખેડૂતોમાં ફરી પાછી, ખીલી ઊઠી બહાર રે,

**

થોડાં થયેલ ગોટાળાં, ને હવા બગડી ગઈ;

સરદારે સુધારી એ, પુરાવાઓ ધરી દઈ,

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract