STORYMIRROR

'Sagar' Ramolia

Classics Inspirational

4  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૮૬.

સરદારનું ગીત-૮૬.

1 min
611

સરદારવાણી


ત્રણ પ્રકારની પ્રીત, ભય-ગરજ બેય રે;

ત્રીજા પ્રકારમાં સૌને, નિ:સ્વાર્થ પ્રેમ દેય રે.

દેશભકતનું રાજ, મૃત્યુ પછી જ થાય રે;

ને સત્તાધીશનું રાજ, મૃત્યુ સાથે જ જાય રે.


શરીરે દૂબળા હોય, હિંમત ન હરાય રે;

વાઘ ને સિંહ જેવાં જ, કાળજાં સચવાય રે.

તાલીમ આપણી જીત, ધ્યેય પ્રાપ્ત કરાય રે;

કષ્ટ-સહન તૈયારી, સાચી જીત ગણાય રે.


આજે જ કામ માટેનું, ખરું ટાણું મનાય રે;

કામમાં માનનારાને, નિરાશા ન રખાય રે.

સત્તાના જુલમો સામે, ભલે લડત થાય રે;

ને આપણો નથી વાંક, એવું શોધી લડાય રે.


કલ્યાણ દેશનું હાથ, યુવાનોના ગણાય રે;

યુવાનોએ બચાવેલી, આઝાદી સચવાય રે.

શિક્ષણ શિક્ષાણે મોટો, તફાવત રખાય રે;

માણસાઈ અપાવે તે, સાચું શિક્ષણ થાય રે.


કરો સમાજસેવા તો, મોટું પેટ રખાય રે;

અપમાન કરે કોઈ, તો સહન કરાય રે.

આરોગ્ય ને સફાઈના, નિયમો ન પળાય રે;

તો સ્વરાજ લઈ લેવા, ઉતાવળ ન થાય રે.


દૃઢતા હોય રાખેલી, રસ્તો કાઢી શકાય રે;

ઉંમરને ન જોવાતાં, કામ ધ્યાને રખાય રે.

સંપે શરીરનાં અંગો, તો જ જીવી શકાય રે;

માનવના વિના સંપે, સંસાર કેમ થાય રે.


ખીલે મગજ તેઓનું, જે તન કેળવાય રે;

હાથ-પગ હલાવીને, સમુદ્રમાં તરાય રે.

વૃત્તિ જાનવરીનું ન, અનુકરણ થાય રે;

લોકોમાં ઉપયોગીના, સંગને ન મુકાય રે.


**

નશા ને જોશના ટાણે, લડવા માણસો મળે;

સંયમ રાખવા ટાણે, વીર થોડાક નીકળે.

(ક્રમશ)



Rate this content
Log in

Similar gujarati poem from Classics