STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૮૧

સરદારનું ગીત - ૮૧

1 min
545

હૈદરાબાદ (ઈ,સ, ૧૯૪૭-’૪૮)

હૈદરાબાદની ઈચ્છા, સ્વતંત્રની રહેલ રે;

સ્વતંત્ર નૈ રહે કોઈ, બેટને એ કહેલ રે,

આથી નવાબની ઈચ્છા, તરત બદલેલ રે;

ને પાકિસ્તાનની સાથે, જોડાવાનું કહેલ રે,


ઓગસ્ટ પંદરે જ્યારે, સ્વતંત્રતા મળેલ રે;

હૈદરાબાદને કોમે, લોહીથી ખરડેલ રે,

કાસિમ રઝવી સાથે, સરઘસ થયેલ રે;

આઝાદીના વિરોધે ત્યાં, રઝાકારો રહેલ રે,


જુલમો કરવા લાગ્યા, લોકોને પકડેલ રે;

લાઠીઓ વીંઝવા લાગ્યા, લોકોને ઢસડેલ રે,

ફાડી નાખી તિરંગાને, કરતાં અપમાન રે;

દિલ્લી થયેલ આ જાણ, ચમકી જાય કાન રે,


નિઝામ સમજે માટે, મંડળ મોકલાય રે;

નિઝામે સાંભળી વાત, જોડાવામાં મનાય રે,

એક સવારમાં ભેગા, રઝાકારો થયેલ રે;

કાસિમ રઝવી તેનો, આગેવાન બનેલ રે,


દિલ્લી જનાર લોકોને, ઘેરો કરી ગયેલ રે;

નિઝામ રઝવી પાસે, ઢીલોઢફ થયેલ રે,

રંઝાડ રઝવીની તો, માઝા મૂકી ગયેલ રે;

ને આજુબાજુમાં તેણે, કાળો કેર કરેલ રે,


ઝીણી નજરથી જોતા, દશાને સરદાર રે;

સ્થિતિ વણસવા લાગે, પછી જાય બહાર રે,

થૈ પરિસ્થિતિ બેકાબૂ, તેઓ ગરમ થાય રે;

હૈદરાબાદમાં સૈન્ય, તાબડતોબ જાય રે,


હૈદરાબાદમાં ઘેરો, ચારેકોર ઘલાય રે;

નિઝામ-રઝવી બંને, એમાં ગયા ફસાય રે,

રઝવી ને રઝાકારો, નજરકેદ થાય રે;

હૈદરાબાદ જોડાણ, ભારતમાં કરાય રે,

**

હૈદરાબાદને જોડી, દમ નિરાંતનો ભરે;

ને કામ કરવા બીજાં, રાહે આગળ સંચરે.

(ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract