Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૬૬.

સરદારનું ગીત-૬૬.

1 min
619


ગાંધીની કોંગ્રેસમુક્તિ (ઈ.સ. ૧૯૪૦)


ઈંગ્લેંડ ખૂબ ઘેરાયું, માઠી હાલત થાય રે;

તોયે ભારત માટેની, નીતિ ન બદલાય રે.

ગાંધીજીએ અહિંસાને, વળગવા મથેલ રે;

આવી વાત ન કોંગ્રેસે, સમજવા કરેલ રે.


રક્ષાણ હુમલા સામે, કેવી રીતે કરાય રે;

દેશ કેમ અહિંસાથી, બચાવીને રખાય રે.

ગાંધી સંદેશ ફેલાવે, અહિંસાનો સદાય રે;

ભળવા તેમની સાથે, ઓછાં તૈયાર થાય રે.


કોંગ્રેસથી થવા છૂટા, ગાંધીજીએ કહેલ રે;

કરી ઠરાવ કોંગ્રેસે, એ સ્વીકાર કરેલ રે.

ઘણા આ બાબતે તેના, વિરોધમાં રહેલ રે;

સરદાર-નહેરૂ ને, રાજાજીને ગમેલ રે.


કોંગ્રેસી માગણીઓનો, સ્વીકાર જો કરાય રે;

દેશ બચાવવા તેની, શક્તિઓ વપરાય રે.

સરદાર વિશે ગાંધી, કરે વાત અનેક રે;

માર્ગ જુદા અમારા છે, હ્રદય અમ એક રે.


ગાંધીજીથી જુદા માર્ગે, ગયેલા સરદાર રે;

હ્રદય-મંથનોમાંથી, થવું પડયું પસાર રે.

સંજોગ હાલ એવો છે, અહિંસા ન પળાય રે;

જુલમોનો વિના હિંસા, સામનો કેમ થાય રે.


કો’એ ન બાપુની સામે, બેઈમાની કરાય રે;

છતાંયે એમની સાથે, અમથી ન ચલાય રે.

કોંગ્રેસ મારગે ખોટા, જતી જેને જણાય રે;

તેઓએ ખુદની માથે, બોજો લઈ રખાય રે.


સ્વરાજ લાવવા માટે, પંથ અલગ થાય રે;

ને ધ્યેય દેશ આખાનું, એકમેળ રખાય રે.

અંદરના બધા વાદ, શમીને શાંત થાય રે;

વિવાદો કરવા દૂર, પંથે પડી જવાય રે.


**

નેતાઓમાં થયા ભેદ, જે ઢાંકયા ન રહી શકે;

ચતુર આંખ લોકોની, પારખે એક ઝાટકે.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati poem from Classics