Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૩૮.

સરદારનું ગીત-૩૮.

1 min
723


બારડોલી સત્યાગ્રહ-૬ (ઈ.સ. ૧૯ર૮)


જુલમો બારડોલીમાં, અતિશય કરાય રે;

એ સરકાર માટે તો, કલંક જ ગણાય રે.

ઘણા ઘણા મહેમાનો, બારડોલી ભરાય રે;

ને સત્યાગ્રહમાં તેઓ, જલ્દી જોડાય રે.


પડે જરૂર નાણાંની, તો એનો થાય ધોધ રે;

નાણાં કે માણસો માટે, નો’તી કરેલ શોધ રે.

તાકાત બારડોલીની, ખૂબ વધી ગયેલ રે;

આ સરકારની તેથી, મૂંઝવણ વધેલ રે.


કરી લેવા સમાધાની, પરિષદ ભરાય રે;

રહી ન શરતો માન્ય, તેથી નિષ્ફળ જાય રે.

ધમકી-લાલચો આપી, વીફરી સરકાર રે;

પ્રોત્સાહન રહે દેતા, લોકોને સરદાર રે.


સત્ય માટે રહેજો સૌ, થઈ જવા ખુવાર રે;

આમ જ જીતનો ડોકે, આવશે ફૂલહાર રે.

જૂઠાણાં-પોકળો પાડે, ઉઘાડાં સરદાર રે;

સરકારી સચાઈના, કાંકરા કરનાર રે.


નોકરી સરકારીનાં, રાજીનામાં અપાય રે;

બારડોલી દિને દેશ, ઉત્સાહમાં સમાય રે.

પ્રાર્થનાઓ કરી સૌએ, કરેલ ઉપવાસ રે;

અવળાં પડતાં પાસાં, સરકાર નિરાશ રે.


વધી લડત લોકોની, વિચારે સરકાર રે;

કર્યા વિના સમાધાન, ઉતરાશે ન પાર રે.

એ માટે શરતો રાખી, જણાવે સરદાર રે;

સત્યાગ્રહી બધા કેદી, છોડી દે સરકાર રે.


બધી ચીજો અને પાછી, જમીનોય અપાય રે;

આપવો ભાવ ચીજોનો, ને સજા માફ થાય રે.

ચૂનીલાલ મહેતાએ, સમાધાની કરેલ રે;

કબૂલ શરતો રાખી, જંગ પૂરો થયેલ રે.

**


ભરી જૂનું મહેસૂલ, પૂર્ણાહુતિ કરાય છે;

ને ગુજરાતના લોકો, હર્ષથી હરખાય છે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Classics