Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vinod Manek

Abstract Inspirational

4.0  

Vinod Manek

Abstract Inspirational

સ્પર્શ આપે વેદના, સંવેદના

સ્પર્શ આપે વેદના, સંવેદના

1 min
22

સ્પર્શ આપે વેદના, સંવેદના ને શુન્યતા

ટેરવાનાં કોણ જાણે કેટલા આયામ છે.

કાનને એ વાત રાધાએ કહી શું કાનમાં ?

કાનનાં તો કેટલાયે સાવ નોખા કામ છે.

છે જણસ એતો મહામૂલી, રતન છે આંખનું

બોલે, જુએ, સાંભળે એ તો નજરનાં જામ છે. 

આમ તો રસના ભરી છે કૈંક નોખા સ્વાદથી

એમ લૂલી ને લડાવો, લાડનું શું નામ છે ?

નાકની આ વાત, કૈં કાચું કપાઈ જાય ના

એમ આબરૂ સાચવીને રાખજે તો હામ છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract