સપનું મજાનું
સપનું મજાનું
મને આવ્યું એક સપનું મજાનું,
બની ગઈ હું નાની નાની
આવી પાંખો નાની નાની
આકાશે ઊડી હું મજાની
મને આવ્યું એક સપનું મજાનું,
આકાશે જઈ હું ઊડી
પરીઓ રૂપાળી સંગ ઊડી
પરીઓ સહેલ કરાવે રૂડી
મને આવ્યું એક સપનું મજાનું,
કાળી વાદળી દીઠી
એ ઉતરી ધીમે હેઠી
વાદળી સંગ વરસી મન મૂકી
મને આવ્યું એક સપનું મજાનું,
મોર જેમ ટહુકા કરું
પક્ષીઓ સંગ ગહેકયા કરું
ચકીબેન સાથે ચણ ચણવા જાઉં
મને આવ્યું એક સપનું મજાનું,
પતંગિયું મારે માથે બેસે
મને એ હળવું હસાવે
અમે ઝાડે ઝાડે ફરીએ
મને આવ્યું એક સપનું મજાનું.
