સપન એક વાવશું
સપન એક વાવશું
સપન એક વાવશું જીવનમાં ખુશ થાશું,
સપન એક વગર શું જીવન માણીશું ?
સપને વાવેતર સૃષ્ટિનાં જીવન માંડશે આશ,
સપન આપણી વાંછના સપન જીવન શ્વાસ,
જગતમાં જેટલી ખેવના એટલી સ્વપ્ન આશ,
તાવળી કેરા તેર વાના હરખાય એ વિશ્વાસ,
સપને રહે જિંદગી સપને તડપે જીવ,
પંડે પંડે પંચરંગી સપનાંનું મહેકતું ફૂલ,
સપનને રાત જોય છે જોય ઝાઝું સુખચેન,
દળદળ વહેતાં આશુને એ પણ રહે ખુશ,
સ્વપ્ન જિંદગીનું અંગ છે જીવને નાં ટોક,
જીવને છાનું રહે ના મહેનતમાં જાત જોક.