સફર
સફર
જેમ ડાળે નવું પુષ્પ ખીલાવી દીધું,
એમ અમેય અતીતને ભૂલાવી દીધું.
એનું આગમન પણ છે જાણે વસંત,
જેથી દિલને અમેય સજાવી દીધું.
નવા સફરની કરી લીધી છે તૈયારી,
અશ્રુને આંખોમાં જ દબાવી દીધું.
ક્ષિતિજ સંગાથે મિલન અનેરૂં છે,
એ હૈયાને સ્મિતથી સમજાવી દીધું.
તમે મળ્યા તો થયો આજ આનંદ,
તૂટેલા મનને 'પ્રીત' ફરી મનાવી દીધું.