STORYMIRROR

Bhavna Bhatt

Drama Tragedy

2  

Bhavna Bhatt

Drama Tragedy

સફર

સફર

1 min
780



આપણે ક્યાં પહોંચી ગયા સફરમાં???

એક કોલેજમાં સાથે ભણતાં,

એક બાઈક પર બે બેસતાં,

આજે બધા પાસે એક - બે કાર છે,

પણ સાથે બેસનાર એ દોસ્ત કોને ખબર ક્યાં છે???

આપણે ક્યાં પહોંચી ગયા જીંદગીના સફરમાં???


પ્રમોશન મેળવવાની દોડમાં,

કંપની તરફથી ફાઈવસ્ટારમાં જમતાં પણ,

પરિવાર સાથે બેસી જમવાનો સમય નથી.

આપણે ક્યાં પહોંચી ગયા જીવન સફરમાં???


રોજ સાથે રમતાં વાતો કરતાં,

સમય પ્રત્યે સૌ અજાણ હતાં,

આજે સફરમાં હાથ ઊંચો કરી ચાલતા થઈએ છે..

ત્રણ દિવસ પતંગને કાના બાંધતા,

ધૂળેટી અને દિવાળીની રાહ જોતા,

આજે રજાઓમાં ફોરેન ફરવા નિકળી જઈએ છે,

મિત્રો સાથે તહેવારો માણવાનો સમય ક્યાં છે???

આપણે ક્યાં પહોંચી ગયા ભાવના આ સફરમાં???


આપણે ક્યાં પહોંચી ગયા સફરની દોડધામમાં,

આ જીવન એક સફર છે.

અને કેટલુ ગુમાવ્યું આ સફરમાં.....

એનો કયાં હિસાબ છે?????



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama