Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Tragedy Inspirational Others

3  

Pravin Mehta

Tragedy Inspirational Others

સફર

સફર

1 min
146


જિંદગીની સફર હું મુસાફર બની ખેડતો રહ્યો છું,

આવે માર્ગમાં કાંટા તો કંટક પર ચાલતો રહ્યો છું,


ખીણમાં ગબડી વળી પહાડ ચઢતો રહ્યો છું,

માનવપ્રેમી બની માનવને પ્રેમ આપતો રહ્યો છું,


કોઈપણને પારકા નહીં પોતાનાં માનતો રહ્યો છું,

ના કોઈની ટીકા, નિંદા, સૌંનું સારું બોલતો રહ્યો છું,


ખોટા લોકો માટે કાયમ ખુલ્લી કિતાબ બનતો રહ્યો છું,

માનવ છું એ ધ્યાને લઈ હું નીતિ પર ચાલતો રહ્યો છું,


ઉપકારનો બદલો સદા અપકારથી ખમતો રહ્યો છું,

સ્નેહીજનોને જોઈને કાયમ માટે હસતો રહ્યો છું,


દેખી દુર્જન લોકોને તેનાથી હું દૂર ભાગતો રહ્યો છું,

આમ જિંદગીની સફર કરી નવું ઘર શોધતો રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy