બંધ કર
બંધ કર
1 min
24
કોઈ પર પાસા ફેંકવાનું બંધ કર,
રાગ, દ્વેષ, ઈર્ષા કરવાનું બંધ કર,
દુઃખી દેખી અને હસવાનું બંધ કર,
બીજે સુખ જોઈ બળવાનું બંધ કર,
માબાપની કમાઈથી ફરવાનું બંધ કર,
કમાઈ કમાઈ ધનને દાટવાનું બંધ કર,
આવેલ અતિથિને વાળવાનું બંધ કર,
કોઈના પેટ પર લાત મારવાનું બંધ કર,
આરોપ મૂકીને સજા આપવાનું બંધ કર,
લોકોનું લઈ હાથ ઊંચા કરવાનું બંધ કર,
જિંદગીના રંગમંચ પર નાચવાનું બંધ કર,
કોઈના મુખેથી કોળિયો ઝૂંટવવાનું બંધ કર,
માનવમાંથી તું દાનવ બનવાનું બંધ કર,
નિર્દોષને મારી મૂછોને મરડવાનું બંધ કર,
કાંટાળીમાં જઈ બેમોત મરવાનું બંધ કર,
બહુ લખ્યું "પ્રવિણ"હવે લખવાનું બંધ કર.