કોણ હશે એ
કોણ હશે એ
સમય બતાવશે કોની બનશે સરકાર,
અને કયા નેતાના મજબૂત હશે સ્ટાર,
કોણ બનશે દેશના પ્રધાન નસીબદાર,
કોને ખબર કે કોની પર રીઝશે કિરતાર,
કોણ ભાગ્યશાળી હશે દિલ્હી દરબાર,
અને કોણ મનાવશે ત્યાં રાષ્ટ્ર તહેવાર,
કોણ ઘટાડશે દેશમાં ભાવ, ભ્રષ્ટાચાર,
કોણ હશે એ દેશાભિમાની આર્ય કુમાર,
કોણ હશે દેશ માટે સાચા શપથ લેનાર,
કોણ હશે એ દેશનું સુકાન સંભાળનાર,
કોણ હશે એ વિકાસ કરીને બતાવનાર,
કોણ હશે એ શિવાજી દેશ રક્ષા કરનાર,
કોણ હશે એ દેશના ભવિષ્યને ઘડનાર,
કોણ હશે એ નવા મંત્રી મંડળને રચનાર,
કોણ હશે એ નેતા રાજનીતિ જાણનાર,
કોણ હશે એ ભાલે રાજતિલક કરનાર,
કોણ હશે એ માભારતીને કરે નમસ્કાર,
કોણ હશે એ ખેડૂતને કર્જ માફી દેનાર,
કોણ હશે એ દેશમાં ફરી તેજી લાવનાર,
કોણ હશે એ દરેકને રોજગારી આપનાર,
કોણ હશે એ ભારતને સમૃદ્ધ બનાવનાર,
કોણ લાવશે દેશમાં ફરી બસંત બહાર,
"પ્રવિણ"કોણ હશે વિશ્વમાં ડંકો વગાડનાર.