પુનરપિ જનનં....
પુનરપિ જનનં....
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
હે માનવ, માબાપના ચરણે તું માથું નમાવજે,
ભાઈચારો રાખવો સદા ન કોઈથી બગાડજે,
રહેજે સૌ સાથ સંપથી ના કોઈને તારવજે,
પ્રેમથી ભાવના કેળવાય માટે પ્રેમ વરસાવજે,
રાખજે રાજી સહુને, ના આંતરડી કકળાવજે,
છે આ ભાડૂતી બંગલો એને તું ના સજાવજે,
લેજે નામ હરિતણું અને સહુને લેવડાવજે,
ભ્રાંતિરૂપી ભૂતને તું શીશામાં જ ઉતારજે,
છોડી દે મારું તારું, ઉપર નજર દોડાવજે,
આપ્યું ઈશ્વરે વાપરવા સારે રસ્તે વાપરજે,
નથી મારું કે તારું ખોટા કરાર ના કરાવજે,
જીવી જવું હસતા હસતા ના મુખ કરમાવજે,
કોઈ અલગ નથી તારાથી ના અલગ સમજજે,
રૂડો માનવ દેહ આ હે મનુજ વ્યર્થ ન ગુમાવજે,
છે શ્વાસ તનમાં ત્યાં સુધી હરિહરને આરાધજે,
દેખી દુઃખી અન્યને ના એમની હાંસી ઉડાવજે,
પકડી હાથ તેમનો મદદ કરી એમને બચાવજે,
અહીંનું અહીં વાપરીને જવાનું, ના તું સંતાડજે,
પોટલી વાળવાની આશા છોડી, બીજે વાપરજે,
પુનરપિ જનનં પુનરપિ મરણં એ જરા વિચારજે,
પુનરપિ જનનીજઠરે શયનમ્ આગળ સંભાળજે,
પંચમહાભૂતનું તન તારું પંચભૂતોમાં ભેળવજે,
' પ્રવિણ ' એક ટુકડો કફન ઓઢી કાયા પોઢાડજે.