કેમ
કેમ
એકજ પરિવાર આપણે તો આ દેકારો કેમ,
ના લઈને જવાનું સાથ માણસ ધોખારો કેમ.
માનવદેહ મળ્યો છતાંય માનવ ઠગારો કેમ,
શું મળશે લાભ ખોટી વાતો ને વઘારો કેમ.
સારા વિચાર ત્યજીને નબળું વિચારો કેમ,
તમે સત્તા ધરાવો તો પછી આ ઈજારો કેમ.
માણસ માણસ માટે આટલો ગોઝારો કેમ,
જવું ખુલ્લા હાથે તો ભરે છે તું પેટારો કેમ.
અંદરનો આયનો મેલો, બહાર ઠઠારો કેમ,
આપણું ચિત્ર ઝાંખું તો બીજાનું કંડારો કેમ.
બીજાનું ધન લૂંટવા માણસ આ પિંઢારો કેમ,
સંબંધ જોડી પાછળથી લોકોની ઉતારો કેમ.
જોયા જાણ્યા વિના અફવાઓ પથારો કેમ,
એકજ માટીના સંતાન છીએ તો જુદારો કેમ.
જરૂરથી વધુ બોલી વાત આગળ વધારો કેમ,
શ્વાસના સંબંધો છે તો માયાથી પનારો કેમ.
તાપમાનમાં વધતો જતો આટલો તપારો કેમ,
ને દિન પ્રતિદિન વધતો ખતરનાક બફારો કેમ.
કોઈ માણસના મુખે નીકળતો ગુબારો કેમ,
કોઈ કોઈ માણસના મગજમાં ઉભારો કેમ.
ક્યાંક સમજદાર લોકો ક્યાંક ગમારો કેમ,
સજ્જન માણસ લોકોને અતિ પ્યારો કેમ.
ખુલ્લા હાથે જવું તો આટલા કરારો કેમ,
આંગણેથી અતિથિને મરાતો હેલારો કેમ.
ભાઈઓ ભાઈઓ વચ્ચે આ દિવારો કેમ,
સમજદારને એક માત્ર કાફી ઈશારો કેમ.
નફો હોવા છતાંય કહે વેપારમાં ઘસારો કેમ,
પોતાનાને જાકારો ને દુશ્મનોને સહારો કેમ.
