પ્રવાસ ખેડજો
પ્રવાસ ખેડજો
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
21
હોય તમારા હિતેચ્છુ તેની પર વિશ્વાસ રાખજો,
મુસાફર બની આવ્યા તો સારો પ્રવાસ ખેડજો,
સંસ્કારો પામવા સારો એવો ક્લાસ શોધજો,
શરીર પર અશોભનીય નવ લિબાસ ધરજો,
રમણીય સ્થળ પર જઈને વિલાસ કરજો,
સૌ પરિવાર સાથે રહો અને કંકાસ ટાળજો,
સુખ દુઃખ આવે ને જાય ના ઉદાસ બનજો,
રાગ, દ્વેષ, હિંસા, લોભને ખલાસ કરજો,
પ્રેમભર્યું વર્તન કરી ધરા પર નિવાસ કરજો,
જોઈ સુખ અન્ય તણું હૈયે ઉલ્લાસ ધરજો,
ના થવું નિરાશ, સોપાન ચઢવા પ્રયાસ કરજો,
બાપના વારસદાર તરીકે મળેલ ગરાસ રાખજો,
જે રસ્તા પર ના જ જવું તેને નાપાસ કરજો,
આપણી હેસિયત પ્રમાણે તમે ડંફાસ મારજો,