સેવા
સેવા
ચાલો આપણે સૌ સાથે ભળી જઈએ,
કોઈ દુઃખ હોય તો લોકોને મળી કહીએ.
કોમવાદની કાંટાળી વાડને તોડી દઈએ,
સહુ સાથે સંબંધને હવે જોડી લઈએ.
એકતાને જાળવવા સૌ એકઠા થઈએ,
વૃદ્ધ મા-બાપની સેવા ચાકરી કરીએ.
રોજ પ્રભાતે વહેલા ઈશ્વરને ભજીએ,
વડીલોનું માન જાળવી એમને ગમીએ.
સમાજમાં રહી સારો વહેવાર રાખીએ,
કામ પડે કોઈને ત્યાં જઈ ઉભા રહીએ.
પાપનાં પંથે જતા પહેલા વિચાર કરીએ,
ને પુણ્ય કાર્ય કરી પુણ્યનું ભાથું ભરીએ.
જે દીધું છે ઈશ્વરે તેમાં સંતોષ માનીએ,
દાનવ વૃત્તિને દેશવટો, માનવ બનીએ.
જતા જતા છેલ્લે સૌની માફી માંગીએ,
'પ્રવિણ' દુનિયા છોડી શાંત બનીએ.
