Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

3  

Pravin Mehta

Others

ક્યાંક

ક્યાંક

1 min
30


કયાંક સીધા લોકોને કનડતા જોયા છે,

કયાંક ખોટા સિક્કા ખખડતા જોયા છે,


કયાંક ત્રાડો નાખીને ગરજતા જોયા છે,

કયાંક ટાંટિયો ખેંચી ઘસડતા જોયા છે,


કયાંક કયાંક લોકોને ચમકતા જોયા છે,

કયાંક લોકોને ભૂખ્યા, તલસતા જોયા છે,


કયાંક પૂર્ણ ઘડાને અમે હરખતા જોયા છે,

તો ક્યાંક અપૂર્ણ ઘડાને છલકતા જોયા છે,


કયાંક સહુને ભાવથી જમાડતા જોયા છે,

કોઈ અન્ન ચોરને મુખ સંતાડતા જોયા છે,


કયાંક અંદરો - અંદર ઝઘડતા જોયા છે,

કોઈને શાંતિથી જીવન વિતાવતા જોયા છે,


કયાંક માણસોને અમે લબડતા જોયા છે,

તો કોઈને કામમાં આવી હરખતા જોયા છે,


કયાંક ઉપરના ભાવને ઠાલવતા જોયા છે,

કોઈ કોઈને પ્રેમથી બોલાવતા જોયા છે,


કયાંક ધાક ધમકીથી ડરાવતા જોયા છે,

કયાંક કયાંક લોકોને બચાવતા જોયા છે,


ક્યાંક લોકોને ખૂબ જ તરસતા જોયા છે,

કયાંક માનસિક થાકથી થકવતા જોયા છે,


કયાંક સદાય માટે દયા દાખવતા જોયા છે,

કયાંક ઈર્ષાની આગમાં ધધકતા જોયા છે,


કયાંક લોકોને મસ્તક નમાવતા જોયા છે,

કયાંક ખોટી રીતે બજારે રખડતા જોયા છે,


કયાંક લોકોને ઘરમાં બિરાજતા જોયા છે,

" પ્રવિણ" કોઈને દેહ પોઢાડતા જોયા છે.


Rate this content
Log in