વાત છે
વાત છે
સમાજના દરેક લોકોની કદર કરવાની વાત છે,
દેશ કાજે બલિદાન આપીને ખપવાની વાત છે.
સારો સ્વભાવ રાખી લોકોને ગમવાની વાત છે,
રાષ્ટ્રહિતને માટે સારા કાયદા ઘડવાની વાત છે.
ઘર બનાવો તો પાયો પાકો ચણવાની વાત છે,
દુર્જન લોકોના ટોળાઓથી છટકવાની વાત છે.
માબાપની સેવા અને ઈશ્વર જપવાની વાત છે,
દેશાભિમાન રાખી રાષ્ટ્રપ્રેમ ઝંખવાની વાત છે.
દુશ્મનોને મારી મરતે દમ તક ટકવાની વાત છે,
વિશ્વાસઘાત કરી કોઈને નવ ઠગવાની વાત છે.
ખોટા અકર્મ ના કરો ઈશ્વરથી ડરવાની વાત છે,
દુશ્મન ના બનો નહિ તો ઢીમ ઢળવાની વાત છે.
માનવદેહ મળ્યો જીવનસાગર તરવાની વાત છે,
સંપત્તિના ઘમંડમાં કદી ના થનગનવાની વાત છે.
સાપ બનીને ઉછેરનારને નવ દંશવાની વાત છે,
સાચા લોકોની સલાહ કાને ધરવાની વાત છે.
કોઈપણ વેત નમે ત્યાં હાથ નમવાની વાત છે,
ખબર વિના કયારેય વચ્ચે ન પડવાની વાત છે.
કોઈને વચન આપી પછી નવ ફરવાની વાત છે,
સારું પુણ્ય કરી અને પાપથી બચવાની વાત છે.
સમાજ સાથે સંબંધ રાખી ભળવાની વાત છે,
નિરાશ ન થવું કદી, આગળ મથવાની વાત છે.
પ્રગતિના સોપાનો સર કરવા યત્નની વાત છે,
લોકોપ્રેમ રાખી અને હૃદયમાં રમવાની વાત છે.
કવિ અને લેખકોએ રસપ્રદ લખવાની વાત છે,
પ્રગતિ માટે લોકોએ આગળ વધવાની વાત છે.
મગજને શાંત રાખી ક્રોધને શમવાની વાત છે,
ગુપ્ત દાન કરીને લોકોથી સંઘરવાની વાત છે.
"પ્રવિણ"ભાડૂતી ઘર છોડી હટવાની વાત છે,
નવી મંઝિલની વાટ પકડી વસવાની વાત છે.
