Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

3  

Pravin Mehta

Others

દેશબંધુઓ

દેશબંધુઓ

1 min
19


ધરાયેલાઓને મુખમાં કોળિયો નવ ભરાવશો,

લાખો છે અહીં ભૂખ્યા તેને પેટ ભરી જમાડશો,


સત્કાર સમારંભમાં ના કોઈને શાલ ઓઢાડશો,

ખુલ્લા ફરતા કરોડોના શરીરને વસ્ત્ર પહેરાવશો,


ઈશ્વરે તમને આપેલ ધન સારા રસ્તે વાપરશો,

ગરીબ બાળકોને વિદ્યાદાન આપીને ભણાવશો,


હે મારા દેશબંધુઓ સહુને પરિવાર બનાવશો,

પણ કોઈ સાથે વેર રાખી જીવન ના વિતાવશો,


ના હિંસા ના કોમવાદ કદીય પણ નવ ફેલાવશો,

રાગ, દ્વેષ છોડી દઈ સૌ બંધુઓને તમે બોલાવશો,


હોય કોઈને કોઈથી મનદુઃખ સમાધાન કરાવશો,

બગાડશો નહીઁ કોઈની બાજી સુધરે તો સુધારશો,


હેત ઉપજે સૌના હૈયે તેવું સુંદર જીવન બનાવશો,

લાગણીશીલ બની ડૂબતા માણસને તમે બચાવશો,


શું લાવ્યા શું લઈ જવાના માનવધર્મને નિભાવશો,

એક જ માટીમાં જનમ્યા માટે એકતા જાળવશો,


ભાઈચારો રાખી સૌ સાથે અને હાથ મિલાવશો,

વારંવાર નહીઁ મળે આ જન્મ ઈશને આરાધશો,


માબાપની સેવા કરી એમના આશિષ મેળવશો,

' પ્રવિણ ' અંત સમયે હરિનામ લઈ ઘર બદલશો.


Rate this content
Log in