Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

3  

Pravin Mehta

Others

રહેવા દે

રહેવા દે

1 min
14


આકાશને આંબવાનું રહેવા દે,

હવામાં રહી ઊડવાનું રહેવા દે,


લોકોની સાથ લડવાનું રહેવા દે,

કોઈની વાતો જાણવાનું રહેવા દે,


તું અનીતિનું મેળવવાનું રહેવા દે,

પાત્રતા વિના પીરસવાનું રહેવા દે,


કોઈના ઓટલા ભાંગવાનું રહેવા દે,

કોઈની આઘાપાછી કરવાનું રહેવા દે,


લોકો વચ્ચે બડાઈ મારવાનું રહેવા દે,

ઉપકાર કરનારને તું ભૂલવાનું રહેવા દે,


પરિવાર સાથે સંબંધ તોડવાનું રહેવા દે,

ગુણીકા સંગાથે પ્રીત બાંધવાનું રહેવા દે,


શરાબ પી' ને બજારે ડોલવાનું રહેવા દે,

તું ભૂલ ભરેલો બીજે કાઢવાનું રહેવા દે,


સામા પ્રવાહમાં પડી તું તરવાનું રહેવા દે,

કૂવો હોય દેખવા છતાં પડવાનું રહેવા દે,


ક્લબમાં જઈ જુગાર ખેલવાનું રહેવા દે,

જાતને સિકંદર સમજી જીતવાનું રહેવા દે,


સામે પોરસ પણ હોય મરવાનું રહેવા દે,

ભેળસેળ કરી લોકોમાં વેચવાનું રહેવા દે,


લોકોને બ્લેકમેઈલ કરી લૂંટવાનું રહેવા દે,

છેલ્લે દુનિયાથી દૂર સાથે બાંધવાનું રહેવા દે.


Rate this content
Log in