અફસોસ
અફસોસ
1 min
22
અફસોસ ના કર મળેલી તક ગુમાવીને,
હે માનવ જીવી લે રાગ, દ્વેષ ફગાવીને.
તું માનવ બની જા સૌને આનંદ કરાવીને,
છોડી દે તું દુશ્મનાવટ હાથ મિલાવીને.
મેળવી લે પુણ્ય ભૂખ્યાને ખવડાવીને,
પીવડાવ દૂધ શિશુઓને પ્રેમથી રમાડીને.
મળી લે આત્મીયજનને ગળે લગાડીને,
ખુશી અનુભવ કોઈનાં મકાન બંધાવીને.
જઈ સમાધાન કરાવજે ઝઘડો પતાવીને,
નવ લૂંટ કરતો ચાકુની અણી બતાવીને.
ના ગૌચર ખેડતો ગૌ મુખથી પડાવીને,
લોકોને ના સતાવ ધાકધમકી બતાવીને.
માબાપની સેવા કર ખુબ દિલ લગાવીને,
પ્રભુ એમ ન મળે સોનાનું મંદિર બનાવીને.
માટે રાખ તારા હૃદયમાં હરિને વસાવીને,
મંઝિલની વાટ પકડ " પ્રવિણ"દેહ જલાવીને.