પ્રતિષ્ઠા....
પ્રતિષ્ઠા....
1 min
27
પ્રતિષ્ઠા પામવા માટે ક્યાંક ઘસાવવું પડે,
બોલવાથી કંઈ ન વળે કરી બતાવવું પડે.
અભિમાન છોડી અને મસ્તક નમાવવું પડે,
ફેંકા ફેંક ના ચાલે કામ કરીને દેખાડવું પડે.
નાના હોય કે મોટા સૌનું માન જાળવવું પડે,
જરૂરીયાતને ટેકો આપીને રૂડું મનાવવું પડે.
હોય મનદુઃખ તો સમજૂતીથી પતાવવું પડે,
સારું કર્યા છતાંય કોઇપણનું સાંભળવું પડે.
સંસાર સાગરમાં તરી જઈ પાર ઉતરવું પડે,
શિવ સંગાથે જીવાત્માનું મિલન કરાવવું પડે.
" પ્રવિણ "ખોળિયું ખાલી કરી બદલવું પડે,
લેખક -: પ્રવિણ એમ. મહેતા