જીવનમાં....
જીવનમાં....
1 min
38
ઈશ આરાધના કરવાનું ભૂલશો નહિ,
મા - બાપને કદીય દુઃખી કરશો નહિ.
કડવું વેણ મુખથી કદી કાઢશો નહિ,
લાંછન લાગે તેવા માર્ગે ચાલશો નહિ.
જરૂરથી વધારે કદીય તે બોલશો નહિ,
વીતી ગયેલો સમય ફરી શોધશો નહિ.
જીવનમાં વેરના બીજને વાવશો નહિ,
કોઈ લાલચ આપે તો તેમા પડશો નહિ.
લેખક -: પ્રવિણ એમ. મહેતા