આવકારો....
આવકારો....

1 min

125
સૌને મીઠો આવકારો આપીએ,
સારા માણસની પ્રશંસા કરીએ.
ધીરજના ફળ મીઠા થોડું ખમીએ,
સારો સ્વભાવ રાખી સૌને ગમીએ.
કોઈના જીવનમાં ઝેર નવ ઘોળીએ,
જરૂરીયાત હોય તેની વ્હારે ચઢીએ.
સદા ભાઈચારો રાખી કપટ છોડીએ,
કોઈની અંગત બાબત નવ જાણીએ.
માબાપની સેવા કરી શ્રવણ બનીએ,
હોય કોઈને મનદુઃખ સદાય ટાળીએ.
કોઈને વચન આપ્યા પછી ન ઠેલીએ,
ઈશ્વરનો ડર રાખી એમનાથી ડરીએ.
સજ્જન બની કોઈની એબ ઢાંકીએ,
પરમાર્થના કાર્ય કરતા નવ થાકીએ.
સદા સારું જીવીએ, સારું કરીએ,
સારું બોલીએ અને સુંદર લખીએ.
રચનાકાર -: પ્રવિણ એમ. મહેતા