યાદ....
યાદ....
ચાલ ભાઈ આપણે માનવ બની જીવી જઈએ,
કામ પડે અન્યને તો તેમની પડખે ઉભા રહીએ.
લોભ, લાલચ, ઈર્ષા, ક્રોધ,કદીય નવ કરીએ,
વેર - ઝેરને હંમેશા ત્યજી દઈ સાથે બેસીએ.
રાષ્ટ્રધ્વજને નમન કરી અને સલામ ભરીએ,
મા ભારતીના લાડકવાયા વંદે માતરમ્ ગાઈએ.
દૂધમાં સાકર ભળે તેમ સૌ સાથ ભળી જઈએ.
વીર શહીદોને યાદ કરી દેશપ્રેમી બનીએ,
પુષ્પોની જેમ ખીલી અને સુગંધ આપીએ.
શ્રવણ બની મા-બાપની સેવા કરીએ,
પરિવાર સંગાથે સહુ હળીમળી રહીએ.
ઘરનું આંગણ સદા માટે સુંદર રાખીએ,
ગંદકી દૂર કરી ગામને સ્વચ્છ રાખીએ.
માનવદેહ મળ્યો છે તો નિભાવી જાણીએ,
શાંત બનતા પહેલા હરિનામ જ લઈએ.
વિદાય વેળા માફી માંગી શરીર છોડીએ,
બસ સારું જીવી " પ્રવિણ" યાદ બનીએ
રચનાકાર -: પ્રવિણ એમ. મહેતા