Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

4  

Pravin Mehta

Others

જીવન....

જીવન....

1 min
12


તારી પ્રપંચથી ભરેલી યુક્તિ ગમે ત્યાં ના લડાવજે,

પીઠ પાછળ ઘાવ કરી જાતને સિકંદર ના સમજજે.


સામે પોરસ પણ તારી રાહમાં હશે એ વિચારજે,

ચઢે ઝનૂન તો દુશ્મનોની સામે ખમીર બતાવજે.


બાકી નિર્બળ લોકોની સામે તું વળ ના ચઢાવજે,

નિભાવી શકાય તો લોકો સાથ સબંધ નિભાવજે.


બાકી દુશ્મનાવટ કરી તારું જીવન નવ બગાડજે,

સંગ તેવો રંગ માટે મિત્રો જીવનમાં સારા બનાવજે.


હોય સંત કે સંસારી આ અંત અનિવાર્ય સમજજે,

ઠાલા આવ્યા ઠાલા જવાના હે માનવ તું વિચારજે.


ધરા પરનું ચલણ ઈશે આપ્યુ, અહિ જ વાપરજે,

ના કોઈ સાથે લઈ ગયા માટે નવ તું તેને સંઘરજે.


બ્લેકમનીનોના સંગ્રહ કરજે ઉધઈને ન ખવડાવજે,

ભારત દેશ મહાસત્તા બને દેશનું સારું વિચારજે.


તું તરી જા, અને તારી પણ દે નાવ તટે લગાવજે,

'પ્રવિણ' તું ભારતનો મુસાફર યાત્રા કરી સિધાવજે.


Rate this content
Log in