મર્યાદા
મર્યાદા
1 min
14
ખોટી ચમચાગીરી કરવાની તું રહેવા દે,
લોકોમાં ચોકલેટ વેચવાની તું રહેવા દે.
લોકોમાં પ્રશંસા પામવાની તું રહેવા દે,
નાહકની લડાઈને લડવાની તું રહેવા દે.
પાછળથી રમત ખેલવાની તું રહેવા દે,
કોઈ ઘરમાં આગ ચાંપવાની તું રહેવા દે.
સીડી ચઢાવી ટાંગ ખેંચવાની તું રહેવા દે,
કોઈપણની સંપત્તિ લૂંટવાની તું રહેવા દે.
ગૌચરની જમીનને ખેડવાની તું રહેવા દે,
વિશ્વાસે લઈ ચાલ ચાલવાની તું રહેવા દે.
પર સ્ત્રી પર નજર નાખવાની તું રહેવા દે,
મર્યાદા રાખ મર્યાદા વટવાની તું રહેવા દે.