સફળતાની શિખર પર
સફળતાની શિખર પર
ગુરુજનોની જ્યારે પ્રેરણાત્મક રજૂઆત કરેલી,
ત્યારે મે સીડી ચડતા શીખવાની શરૂઆત કરેલી,
પહેલું પગથિયું ચડ્યો ત્યારે હું સહેજ ડરતો હતો,
ડરને કારણે પગથિયા પરથી વારંવાર લસરતો હતો,
હિમંત કરીને જેમ-જેમ પગથિયાં હું ચડતો ગયો,
એમ-એમ મારો આત્મવિશ્વાસ પણ વધતો ગયો,
ગુરુજનોની તમામ વાતો પુરી સાંભળ્યા વગર જ,
તમામ પગથિયાં ઉતાવળ કરીને હું ઝટપટ ચડતો ગયો,
પોતીની સાથે જ લડીને હું પગથિયાં ચડતો ગયો,
અહંભાવ થકી પોતીકાઓ સાથે પણ લડતો ગયો,
આજુબાજુની સીડીઓ પર મારા પ્રતિસ્પર્ધી હતા,
એ બધાને પણ માત આપીને
, હું આગળ વધતો ગયો,
નીચે જોયું તો સમજાયું બધા પાછળ છૂટતાં ગયાં,
એકેએક કરીને જાણે, બધા જ મારાથી રૂઠતાં ગયાં,
અહંભાવ એટલો છે કે પાછો નીચે જઈ શક્તો નથી,
પ્રતિસ્પર્ધીઓને પણ ઉપર આવતા જોઈ શકતો નથી,
વાત મારી સમજમાં આવી ગઈ, પણ મોડું થઈ ગયું,
સ્વાદિષ્ટ મળ્યું હતુ એક વ્યંજન, હવે મોળું થઈ ગયું,
આજે સફળતાની છેલ્લી સીડી પણ હું ચડી ગયો છું,
પણ શિખરે પહોચ્યા પછી સાવ એકલો પડી ગયો છું
મિત્રો, તમે પણ સફળતાની શિખરે જરૂર પહોચજો,
પણ એકલા નહી, કોઈને સાથે લઈને જ પહોચજો !
...કોઈને સાથે લઈને જ પહોચજો.