સફળતા
સફળતા


લાખ ઢગ અઢળક પ્રયત્ન કર્યા
સંયમને સાથમાં રાખી આગળ વધ્યા રે,
વિશ્વાસ છે આજની મહેનત પર
સફળતા સામું આવશે તેડવા રે,
ન આવી હારી જશું તો શું થશે
કંઈજ નહીં બેઠાં થઈ ને આગળ વધશું રે,
પ્રયત્ન કરવામાં શું જાય છે આપણું
કરો તો ખરા જીતશું જ ને રે,
એકવાર જીતી ગયાં પછી સૌ બિરદાવશે
હાર્યા તો લોકોનાં સલાહકાર બનીશું રે.