સફળતા
સફળતા
સફળતાની ચાવી છે તારા હાથમાં,
સફળતા નથી મળતી એક રાતમાં.
નિશ્ચિત કરીલે મક્કમતાથી તુ ધ્યેય તારો,
લક્ષ્યવેધી બનીશ તો સફળતા તારા હાથમાં.
ચૂમતી આવશે સફળતા તારા ચરણોમાં,
આદર હશે સારો તો હાર ફેરવાશે જીતમાં.
ના ડગજે ના ભયભીત થજે કદી તું,
કૃપા હોય પ્રભુની તો સફળતા મળે પલમાં.
