મારો ભેરુ ખોવાયો
મારો ભેરુ ખોવાયો
મારો બચપણનો ભેરુ ખોવાયો,
રસ્તામાં મળે તો કહેજો,
મારો ભેરુ ખોવાયો,
જોયું જઈને આંબા ડાળે,
જોયું જઈને સરોવરની પાળે,
જોયું જઈને નદી કિનારે,
ક્યાંય ના મળ્યો મારો ભેરુ,
મળે કોઈને તો કહેજો ,
ખોવાયો મારો ભેરુ,
જોયું જઈને મે ચાની ટપરી પર,
જોયું મે જઈને નાસ્તા બોક્સ પર,
જોયું જઈને મે કોલેજના કેમ્પસ માં,
ક્યાંય ના મળ્યો મારો ભેરુ,
મળે કોઈને તો કહેજો ,
ખોવાયો મારો ભેરુ,
જોયું મે શેરીના ખૂણે ખૂણે,
જોયું મે બાગના ખૂણે ખૂણે ખૂણે,
જોયું મે બજારોમાં,
જોયું મે થીયેટરમાં,
ક્યાં ક્યાં ઘૂમી હું,
ક્યાંય ના મળ્યો ,
મારો ભેરુ ખોવાયો,
જઈને જોયું મુજ હૈયે,
મળી ગયો મારો ભેરુ,
હૈયાની તિજોરીમાં અકબંધ એની યાદો,
સાથે વિતાવેલ બધી રાતો,
હું યાદ કરું છું સઘળી વાતો,
એતો હૈયાની ધડકન સાથે ગુંથાયો,
એતો ધડકન સાથે બંધાયો,
મળી ગયો હૈયાના નગરમાં મારો ભેરુ.
