મૃત્યુ પછીનું જીવન
મૃત્યુ પછીનું જીવન
ન જોયું ન જાણ્યું કદી જીંદગીભર,
આ મૃત્યુ પછીનું જીવન કેેેેવું હશે ?
સુખ દુઃખના દિવસો વિતાવી લીધા,
મારા તારાના ભેદ મેં જાણી લીધા,
સંકટ સહ્યા આ જીંદગીમાં ઘણા,
આ મૃત્યુ પછીનું જીવન કેવું હશે.
હે પ્રભુ ! મારી એક વિનંતી સુણો,
મૃત્યુ પછીનું જીવન ન આવું દેજો,
હે ભક્ત , જન્મ મરણ છે કર્મને આધિન,
તારા કર્મો મુજબ મૃત્યુ પછીનું જીવન હશે.
