પ્રેમની તરસ
પ્રેમની તરસ
રડી રડી આંખડી જેને મળવા માંગતી,
રહી તેમની સાથે કૈક કરવાને માંગતી,
રહેતો સાથે તેની છતાં સથવારો ગોતું,
હતા તે બીજાના છતાં પોતાના માનતો.
સાંભળતો જ્યારે હું આ દુનિયાની વાત,
ત્યારે આંખ બંધ કરી ખૂબ વિચારતો,
રડવા માંગતો હતો હું જેમને ભેટીને,
આજ રડવું પણ કોઈનો ખભો ન પામતો
પ્રેમનો દરિયો દુનિયામાં જોયો મેં અને,
તેમાં ખારવો છતાં હું તરસ્યો ફરતો,
પ્રેમનો પ્યાસો હું જ્યાં જ્યાં ફરતો,
પ્રેમની માટે હું નિત નિત તડપયા કરતો.
