શાને કરીએ
શાને કરીએ
શાને કરીએ નકારાત્મકતાનો સંગ્રહ,
ચાલો રાખીએ હકારાત્મકતાનો આગ્રહ,
નવાવર્ષના નવલા, સોનેરી દિવસે,
ચાલો સૌ માણીએ ઈશ્વરનો અનુગ્રહ,
ઈર્ષા, દ્વેષ, વેર અને શત્રુતાનો હવે,
ચાલો સૌ છોડીએ હંમેશનો પૂર્વગ્રહ,
અરસ- પરસની મિત્રતા મજબૂત કરીને,
ચાલો બંધ કરીએ સૌ દુશ્મનીનો વિગ્રહ,
"હું" ના હુંકારપણાને મિટાવીને હવે,
ચાલો સૌ છોડીએ કાયમનો દુરાગ્રહ.
