સફળ થવું મારે
સફળ થવું મારે
સફળતાના શિખર સર કરવા છે મારે,
મહેનત કરી આગળ વધવું છે મારે,
ભણીને સફળ થવું મારે,
જીવનમાં કંઈક બની સફળ થવું છે મારે,
અથાગ પ્રયત્નનો કોઈ વિકલ્પ નથી મારે,
ભણીને સફળ થવું મારે,
રાત દિવસ મહેનત કરવી છે મારે,
ભણી ગણી આગળ વધવું મારે,
ભણીને સફળ થવું મારે,
ભણીને સપના સાકાર કરવા છે મારે,
સપનાને અધૂરા છોડવા નથી મારે,
ભણીને સફળ થવું મારે,
ભણીને જ્ઞાન વધારવું છે મારે,
અભ્યાસ થકી જ્ઞાન દિપાવવું મારે,
ભણીને સફળ થવું મારે.
