સફાઈ અભિયાન
સફાઈ અભિયાન


પરમ આદરણીય આપણા વડા પ્રધાન તથા પ્રધાન સેવક માનનિય નરેંદ્ર મોદી સાહેબના એક કાવ્યનું સંદર્ભ લઇને, તેમના દ્વારા જ છેડાયેલ ‘સફાઇ અભિયાન, ઉપર પ્રસ્તુત છે એક કાવ્યઃ ‘સફાઈ અભિયાન’. પ્રથમ મોદી સાહેબની કવિતા આપી છે અને તેની નીચે, મારા દ્વારા રચીત કવિતા આપેલ છે. - ભરત ડી. ઠક્કર
સફાઈ અભિયાન
અંતમાં આરંભ અને આરંભમાં અંત,
પાનખરના હૈયામાં ટહુકે વસંત,
સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય,
કેસુડાનો કોના પર ઉછડે પ્રણય,
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
આજે તો વનમાં કોના વિવા (હ)
,
એક એક વૃક્ષમાં પ્રગટે દિવા,
આશીર્વાદ આપવા આવે છે સંત,
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
(નરેન્દ્ર મોદીઃ વડા પ્રધાન દિલ્હી)
**********************
સફાઈથી આરંભ અને સફાઈ છે સંત,
સફાઈમાં વિસ્તરે શકયતા જ્વલંત,
દેશની યુવા વય, જ્યાં વિકાસનો લય,
સફાઈ સાથે સમૃદ્ધિનો પ્રણય
રંક લાગતી સફાઈ ભીતરથી શ્રીમંત,
સફાઈમાં વિસ્તરે શકયતા જ્વલંત,
આજ તો દેશમાં સફાઈના વિવા (હ),
એક એક જણમાં પ્રગટે આરોગ્યના દિવા,
આશીર્વાદ આપશે પૂજ્ય ગાંધી જેવા સંત,
સફાઈમાં વિસ્તરે શકયતા જવલંત.