સોય દોરાની સરસ જોડી
સોય દોરાની સરસ જોડી
સોય દોરાની સરસ જોડી
કોઈ ના શકે છે કોઈ'દી તોડી
મનુષ્ય સમજી જાય સત્ય તો
સંસારમાં બને સારી જોડી,
સોય વિના દોરો રહે છે સદાય,
બનીને એકદમ સદાય શાંત
દોરા વિના સોયની કદી નથી,
સિવવાના હુન્નરની કોઈ વિસાત,
સ્નેહતણા દોરાથી આયખામાં,
થોડા મજબૂત સંબંધો બાંધીએ
સોય વડે દોરાથી આ સબંધોને
જરાક મજબૂતીથી તો સાંધીએ,
સોયદોરો એક નિર્જીવ તત્વ છે,
તોય કરે કામ સદાય બાંધવાનું
મનુષ્ય આટલો બધો બુદ્ધિવાન છે,
તોય કરે છે કાયમ કામ તોડવાનું,
સોય તમે સાચે બનશો તો દોરો,
ગાંઠો કદી કોઈ પરોવી શકશે નહીં
સોય વિના દોરો એક ક્ષણ પણ,
જીવનપથ પર ચાલી શકશે નહીં,
સોય વિના દોરો કાયમ છે અધુરો,
દોરા વીના સોય પણ છે નકામી
સોય દોરો સાથે રહી સત્ય સમજે,
તો જીવન બને છે બહુજ મહાનામી.
