સોણલું મજાનું
સોણલું મજાનું
ગાઢ નિદ્રાધીન સમયે જોયું સોણલું મજાનું,
અવતર્યું એક યાન સરસ ને બહુ રૂપાળું,
ઝગમગ રોશની ચારે તરફ પ્રજ્વલિત,
આકાર ગોળાકારને રવ નવ સંભળાતો,
ગયો જોવા એ હું, કૂતુહલને કાજે,
ખેંચાયો હું તેના, મનહરતો પ્રભાવે,
ઉપડ્યું લઈ ભણી ગગન દૂરસુદૂર,
દેખાય નહિ કોઈ માનવ ચારે તરફે,
વીત્યો સમયને ત્યાં પહોંચ્યો નવ ગ્રહે,
ઊતર્યો યાનેથી મૂક્યો પગ ધરાએ,
દેખ્યું દ્રશ્ય મેં એક, બાળ કેરું મજાનું,
ઊભો આવકારવા તે બનવા ભેરુ મારો,
ખૂલી આંખને તૂટયું સ્વપ્ન સુહાનું,
કરી સફર ને જોયું નવું નજરાણું.
