સોળ વરસે
સોળ વરસે


સોળ વરસે જાગે સોણલાં, સખી સંગાથે સાંજે
વાસંતી વાયરે ઊડે દિલડું પંખીડાની પાંખે
નયન ઢળે ને રંગ રસિયો, રાસે રમતો જોતી
નવરંગી ચૂંદલડી સજી હું ગરબે ઘૂમતી રમતી
વન ઉપવનનાં ફૂલડાં દેખી ; મનમાં હું મલકાતી
ઝરૂખે ઊભી દિવાસ્વપ્નોમાં; હસતી હું ખોવાતી
ચંચળ ચિત્ત બની મરકટ ; ચાળાં કરતું રંગે ઢંગે
પારેવાંની જોડ જગવતી ઋજુ સ્પંદનો અંગે
સાગર તટે રેતી પટે ચીતરું ; આંગળીઓથી ભાત
ચરણ પખાળી મોજાં શીખવે ભીંના ભીંના વહાલ
આભલે સરકે રંગ વાદળી મન ગાયે છે ગીત
ફરફર ફરકે કેશ જગાડવા યૌવનનું સંગીત
સપનામાં શણગાર સજી હું ;મલકી હલકી હલકી
થઈ સોળ વરસની સ્વપ્ન સુંદરી ત્રિલોકે હું ઘૂમી(૨)